ભારતમાં આવશે ફેસ ડિટેક્ટ ટેક્નોલોજી, ગુનેગારો ઝડપાશે આશાનીથી જાણો કેવી રીતે !
ભારત ગુનેગારો ને પકડવા એક એવી ટેક્નોલોજી વિકસાવા જઈ રહ્યું છે જેની દુનિયામાં નોંધ લેવાશે. આ તો એવી ટેક્નોલોજી હશે કે જેનાથી 20 જ દિવસ માં ગુનેગારને ઝડપી લેવાશે. મળતી માહિતી મુજબ ભારતે દુનિયાની આઇટી કંપની પાસે આવેદન મંગાવ્યા હતા. આ આવેદનો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દિલ્હી દ્વારા મંગાવામાં આવ્યા હતા. આ આવેદનની પસંદગી બાદ નવેમ્બર મહિના માં કામ ની શરૂઆત કરી દેવામાં આવશે.
આમ જોવા જઈએ તો, તમે ફેસ ડિટેક્ટ ટેક્નોલોજી ફેસબુક માં તો જોઈ જ હશે. જેમાં ફેસબુક માં ફોટો અપલોડ કરતા જ ફેસ પર ગોળ સર્કલ આવી જાય, અને તમને એ ફોટો ટેગ કરવાનું કહે અને સાથોસાથ નામ પણ બતાવે કે એ કોનો ફોટો છે. બસ એવી જ રીતે આ સિસ્ટમ ને સરકારી CCTV કેમેરા સાથે લિંક કરીને વિકસવામાં આવશે તેવું સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે.
મળતી જાણકારી મુજબ, ગુનેગારો ના ફોટા અને વિડિઓ આ ફેસ ડિટેક્ટ સિસ્ટમ સાથે મેચ કરીને, ડેટા માં ઉમેરવામાં આવશે. કોઈ પણ ગુનેગાર સરકારી CCTV કેમેરા પાસે થી પસાર થશે તો કેમેરો ઓપરેટર ને તરત જ સૂચિત કરશે કે આ નામ નામ નો ગુનેગાર અહીં થી પસાર થઇ રહયો છે. અને પછી પોલીસ તરત જ તે સ્થળે જઈને ગુનેગાર ને ઝડપી લેશે. આવા પ્રકાર ના દ્રશ્યો તમે હોલીવુડની મુવી માં જોયા હશે પણ હવે આ સાચું થવા જઈ રહયું છે.આ સિસ્ટમ ને જાહેરસ્થળો પર લગાવવામાં આવશે જેમ કે એરપોર્ટ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મોલ, બેગ બગીચાઓ, જાહેર રસ્તાઓ.
આ સિસ્ટમ માત્ર ગુનેગારો ને પકડવામાં માટે સીમિત નહીં રહે પરંતુ એના થી દેશભરમાંથી ગુમ થયેલ બાળકો / વ્યક્તિઓ, અજાણ્યા મૃતદેહો અને અજાણ્યા ટ્રેસ થયેલ બાળકો / વ્યક્તિઓની ઓળખ માટે એક મજબૂત સિસ્ટમ તરીકે ઉભરી આવશે. આ ટેક્નોલોજી લોકો માટે અને ખાસ કરીને પોલીસ અને કાયદાના રક્ષકો માટે સારી સાબિત થશે. આ ટેક્નોલોજીને લઈને તેના ઉપયોગ અને માહિતી ક્યાંય બહાર પણ નહીં આવે તેવી પ્રાયવસી રાખવામાં પણ આવાની છે.
તમને અમારો આ આર્ટિકલ કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો, સાથો સાથ જો તમે અમને સલાહ સૂચન પણ આપી શકો છો. જો તમને કોઈ વસ્તુ કે સર્વિસ નો રિવ્યૂ જાણવો હોય કે પછી જોઈતી હોય કોઈ વેબસાઈટ કે મોબાઇલ એપ ની માહિતી, તો પણ અમને જણાવો.