ફાઇન્ડ ધ ડિફરેન્સસ – તફાવત શોધો ગેમ, કરોડ લોકો એ કરી ડાઉનલોડ શું છે ખાસ જાણો.
તફાવત શોધો. આવા પ્રકાર ની રમત તમે છાપામાં સાથે આવતી પૂરતી માં જોઈ જ હશે. જેમાં તમે બે ચિત્ર આપેલા હોય આ બંને માં શું ભેદ છે તે શોધી ગોળ કુંડાળું કરતા હતા. હવે આ પ્રકાર ની રમત ફોન માં પણ આવી ગઈ છે. જીહા, તમે જે રમતો નાનપણ માં રમતા હતા આજ કાલ એ ફોન માં આવી ગઈ છે, જેમ કે તફાવત શોધો, લૂડો, સાપસીડી, જોડકા જોડો, ચેસ, કેરમ, વગેરે વગેરે…

શું છે ફાઇન્ડ ધ ડિફરેન્સસ – તફાવત શોધો ગેમ?
આજે આપણે વાત કરવાના છીએ તફાવત શોધો ગેમ ની. આ ગેમ પ્લે સ્ટોર માં ઘણા બધા ડેવલોપર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. એમના એક ડેવલપર પાન્ડોરા ગેમ દ્વારા મુકવામાં આવેલી તફાવત શોધો ની ગેમ તો મજા પડે એવી છે. આ ગેમ માં તમારે બે ચિત્રો માં શું તફાવત છે તે શોધવાનો હોય છે. જેમ કે એક ચિત્ર માં ખુરશી પર બે પિલો પડ્યા હોય અને બીજા ચિત્ર માં એક જ પિલો પડ્યો હોય તો એક પિલો ઓછો છે તે તફાવત છે આમ શોધી આપવાનો હોય છે.

ફાઇન્ડ ધ ડિફરેન્સ – તફાવત શોધો વિશે
ગેમ ની ટેક્નિકલ વિગતો જોઈએતો, ગેમ ને સમયાંતરે અપડેટ કરવામાં આવે છે. એટલે જ આ ગેમ ને લોકો આ ખુબ પસંદ કરી છે. આ ગેમ ને 1 કરોડ કરતા પણ વધારે લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે. આ ગેમ ને એન્ડ્રોઇડ માં ખુબ લોકપ્રિય માનવામાં આવે છે. ગેમ એન્ડ્રોઇડ વર્ઝન 4.1 કે તે પછી ના લેટેસ્ટ વર્ઝન સપોર્ટ કરે છે. એટલે તમારો ફોન એ મુજબ અપડેટ હોવો જરૂરી છે. ગેમ ને પ્લૅ સ્ટોર માં 5 માંથી 3+ રેટિંગ મળ્યું છે. ગેમ ને થોડી પરમિશન ની જરૂર પડે છે જેમ કે ગેમ તમારું નેટવર્ક વાપરી શકે, ફોન ના વાઈબ્રેટ મોડ નું સેટિંગ કરી શકે, ફોન ને સ્લીપિંગ મોડ પાર જતા રોકી શકે. આ પરમિશન ને તમે અલાઉ કરો એટલે તમે ગેમ રમવા તૈયાર છો.

ગેમ ના રિવ્યૂ સામે એક નજર કરવામાં આવે તો, ગેમ ને 4.5 સ્ટાર મળ્યા છે. ગેમ ને 3,50,000 કરતા પણ વધારે લોકો એ રિવ્યૂ આપેલો છે. ગેમ ના લેવલ જોઈએ તો ગેમ માં 500 થી પણ વધારે લેવલ ઉમેરી લેવામાં આવ્યા છે. એટલે જો તમે આખો દિવસ ગેમ રમવાના રસિયા હોય તો પણ આ ગેમ નો અંત વહેલો નહિ આવે એ પાક્કું.

ઘણી બધી વખત આપણે ગેમ રમતા હોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક અટકાઈ જતા હોઈએ છીએ. ત્યારે આપણે વિચારીયે કે જો આમ કોઈ હિન્ટ મળી જાય તો સારું. તો આ ગેમ માં તમને અનલિમિટેડ હિન્ટ પણ આપવામાં આવે છે. જેથી તમે ક્યાંય પણ ગૂંચવાશો નહીં. ગેમ ના ગ્રાફિક્સ પણ એકદમ સાફ અને ચોખ્ખા રાખવામાં આવ્યા છે. જેથી કરીને તમને તફાવત શોધવામાં તકલીફ ના પડે. સાથોસાથ ઝુમ કરીને જોવાનો પણ એક ઓપ્શન આપવામાં આવ્યો છે. વધુમાં વધુ ગેમ રમનાર નો નજરીયો રાખીને Find the Differences ગેમ બનાવામાં આવી છે. એટલે જ ગેમ માં કોઈ પણ ટાઈમ લિમિટ સેટ કરવામાં નથી આવી.
આ આર્ટિકલ માત્ર ગેમ ને રિવ્યૂ કરવાનો છે, આમારો હેતુ કોઈને નુકશાન કરવાનો નથી, આ આર્ટિકલ તમને કેવો લાગ્યો તે અમને નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. તેમજ તમારે કોઈ પણ ગેમ કે પછી એપ્લીકશન કે કોઈ સોફ્ટવેર નો રિવ્યૂ જાણવો હોય તો પણ અમને જણાવી શકો છો.