Gmail માં email આઈ ડી કેવી રીતે બનાવશો?

ઈન્ટરનેટ ના આ યુગ માં લોકો અવનવી ટેક્નોલોજી અને ગેજેટ્સ નો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ ટેક્નોલોજી કે ગેજેટ્સ નો ઉપયોગ કરવા માટે મોબાઈલ નંબર સાથોસાથ ઇમેઇલ આઈ ડી ની પણ જરૂર પડતી હોય છે. ઇમેઇલ આઈ ડી ની વાત કરીએ તો ઇમેઇલ આઈ ડી આ આજના જમાનાનું પોસ્ટ ખાતું. આ ઇમેઇલ આઈ ડી તમે gmail, yahoo, hotmail વગેરે માધ્યમ પર બનાવી શકો છો. આજે આપણે જોઇશુ કે gmail માં ઇમેઇલ આઈ ડી કેવી રીતે બનાવી શકાય.

Gmail માં એકાઉન્ટ બનાવવું હવે વધુ સરળ થયું ગયું છે અને સાથે સુરક્ષિત પણ.તો ચાલો આપણે શીખીયે કે ઇમેઇલ આઈ ડી બનાવવું કેવી રીતે ? Gmail માં email આઈ ડી બનાવવા માટે સૌથી પહેલા તમારા કમ્પ્યુટર અથવા મોબાઈલ માં બ્રાઉઝર ઓપન કરી લો. જેમ કે ગુગલ ક્રોમ કે પછી ફાયર ફોક્સ. બ્રાઉઝર માં જઈને ટાઈપ કરો gmail.com અને એન્ટર કરો. આમ કરવાથી નીચેની સ્ક્રીન ખુલશે.

Make email in gmail
Source: Internet

ઉપર દર્શાવેલા ફોટો મુજબ હવે તમે create account પર ક્લિક કરો એટલે નીચે દર્શાવેલા ફોટો મુજબ ની સ્ક્રીન ખુલશે. ફોર્મ માં માંગેલી માહિતી ને તમે નાખી દો, અને તમને મન ગમતો પાસવર્ડ બનાઓ. આ ફોર્મ ભરતી વખતે એટલું ધ્યાનમાં રાખજો કે યુઝરનેમ માં તમારી ઇમેઇલ આઈડી જેમ બનાવવા માંગો છો આ મુજબ લખજો. ઉદાહરણ તરીકે જો તમે લખો કે @gmail.com ની આગળ patelramesh અને તે યુઝરનેમ કોઈએ લીધેલું હશે તો તમને તે નહિ મળે અને તમને not available ની એરર બતાવશે.

create email in gmail
Source: Internet

એરર બતાવશે એટલે તમારે બે ત્રણ વાર અલગ અલગ નામ નાખી ને જોઉં જેમ કે patelramesh76380 લખવું. ત્યાર બાદ next પર ક્લિક કરી આગળ વધો એટલે તમારા ફોન કે કમ્પ્યુટર માં નીચે ની સ્ક્રીન દેખાશે. માંગેલી માહિતી મુજબ ફોન નંબર, તમારી અન્ય કોઈ ઇમેઇલ આઈ ડી જો હોય તો નાખવી, આ બંને બાબત નાખવી ફરજીયાત નથી. ત્યાર બાદ તમારી જન્મ તરીકે નાખો અને તમારી જાતી સિલેક્ટ કરો.

create email in gmail
Source: Internet

ઉપરના ફોટા માં દર્શાવેલું છે તે મુજબ માહિતી નાખ્યા પછી next બટન પર ક્લિક કરશો એટલે નીચે ની સ્ક્રીન જોવા મળશે. અહી તમને gmail ની પ્રાયવસી પોલિસી તેમજ અન્ય શરતો જોવા મળશે, જે તમે વાંચીને આગળ વધો અને agree ના બટન પર ક્લિક કરો.

create email in gmail
Source: Internet

થોડીવાર માં જ તમારું ઇમેઇલ આઈડી ખુલી જશે અને તમને તમારી સ્ક્રીન પર gmail અને ગૂગલ તરફ થી વેલકમ ના ઇમેઇલ પણ મળી જશે. તમને આ આર્ટિકલ કેવો લાગ્યો ? તમે અમને નીચે કૉમેંટ કરીને જણાવી શકો છો. તમને કોઈ સવાલ હોય કે તમે અમને કોઈ સુજાવ આપવા માંગતા હોય તો પણ તમે અમને કોમેન્ટ કરી અથવા અમારા ફેસબુક પેજ પર મેસેજ કરીને જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *