ક્યારે આવશે PUBG Mobileની નવી સીઝન? શું હશે ખાસ જાણો

PUBG આ ગેમ લોકોમાં એટલી લોકપ્રિય છે કે ના પૂછોને વાત. આ ગેમ ગેમર્સ માં છવાયેલી છે. નાના થી લઈને મોટા સુધી, મોબાઈલ થી લઈને કોમ્પ્યુટરમાં ગેમ રમ્યા જ કરે છે. લોકો માં એટલો ક્રેઝ છે કે આ ગેમ રમવામાં જ રચ્યાપચ્યા જ રહે છે ત્યારે આ ગેમ ની નવી એક સિઝન લોન્ચ થવા જઈ રહી છે. એકદમ સુપર ગ્રાફિક્સ અને જોરદાર સાઉન્ડ સાથે લોકો ના દિલ પર રાજ કરનાર આ ગેમ ની નવી સીઝન વિષે આવો થોડું જાણીયે.

ક્યારે આવશે PUBG Mobileની નવી સીઝન? શું હશે ખાસ જાણો
Source: Social Media

ક્યારે આવશે PUBGની નવી સીઝન?

PUBG Mobile ની નવી એક સીઝન તમારા માટે રાહ જોઈ રહી છે. ગણતરીના દિવસો માં PUBG Mobileની 10મી સીઝન આવી જશે માર્કેટમાં. PUBG Mobile ની 10મી સીઝન આગામી 9 નવેમ્બરે આવી જશે. આ બાબતે PUBG Mobile દ્વારા ટ્વીટર પર પોસ્ટ મુકવામાં આવી અને ગેમ રસિયાઓને આના વિષે જાણ કરવામાં આવી. આમ તો આ પોસ્ટ મુક્તા જ ગેમ રસિયાઓ ખુશ જોવા મળ્યા. કોઈ નું કેહવું છે કે પેહલા ની સીઝન સારી હતી, તો કોઈ નું કેહવું છે કે આ સીઝન માં ઘણા બધા બગ દૂર થશે.

ક્યારે આવશે PUBG Mobileની નવી સીઝન? શું હશે ખાસ જાણો
Source: Social Media

શું હશે PUBG Mobileમાં ખાસ ?

PUBG Mobile દ્વારા જે ટ્વીટ્ટર પર પોસ્ટ કરવામાં આવી છે તેમાં બહુ કઈ ખાસ જાણકારી આપવામાં આવી નથી પરંતુ, ગેમના જાણકાર અને ગેમ ને ખુબ જ રમી ને ફોલો કરનારનું કહેવું છે કે નવી સીઝનની થીમ ‘વેસ્ટલેન્ડ ઓફ ફ્યુરી’ હશે. પહેલાની જેમ, નવી સીઝન એલિટ પાસ અને એલાઇટ પ્લસ પાસ નામના બે પાસ સાથે ઉપલબ્ધ થશે. નવી સિઝનમાં પેરાશૂટ, એમ 249 અને એમ 416 એસોલ્ટ રાઇફલ માટે નવી સ્કિન્સ પણ આપવામાં આવશે. ડાસીયા વાહનને નવી સ્કિન મેળવવા માટે પણ સૂચવવામાં આવે છે. અન્ય નવી સુવિધાઓમાં પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

શું મળશે PUBGની નવી સીઝનમાં?

PUBG Mobile પરના સૌથી તાજેતરના અપડેટમાં પેઈલોડ મોડ નામનો નવો ગેમ મોડ ઉમેર્યો. નવા મોડમાં એક હેલિકોપ્ટર ઉમેરીને PUBG ના પરંપરાગત યુદ્ધ રોયલ સૂત્રમાં ભળી જવું, તેમજ ઘટી ગયેલા સાથીઓને ફરી જીવવાની ક્ષમતા. રોકેટ લૉંચર્સ  અને ગ્રેનેડ લૉંચર્સ જેવા નવા શસ્ત્રો પણ છે. નવો પેલોડ મોડ પરંપરાગત યુદ્ધ રોયલ મોડથી અલગ છે. તેથી જેઓ ક્લાસિક PUBG ની રમતને પસંદ કરે છે તે હજી પણ રમતને તેમની પોતાની રીતે રમી શકે છે.

PUBG MOBILE’S TWITTER

તમને આ આર્ટિકલ કેવો લાગ્યો તે અમને ચોક્કસ થી જણાવો, તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય કે તમારે કોઈ સૂચન આપવા હોય તો અમને નીચે કોમેન્ટ કરીને જણાવી છો.ટેક, મોબાઇલ, ગેજેટ, એન્ડ્રોઇડ, સમાચાર ગુજરાતીમાં અને સાથે જ મેળવો ગુજરાતીમાં રિવ્યૂ માત્ર અહીંયા… તમારા મિત્રો ને જરૂરથી શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *