Redmi Note 7 Pro માં અપડેટ કરો MIUI 11, આ છે નવા 5 ફીચર્સ

Redmi Note 7 Pro યુઝર્સે હવે MIUI 11 અપડેટ પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું છે. નવી MIUI 11 ગ્લોબલ સ્ટેબલ રોમની જાહેરાત ભારતમાં રેડમી નોટ 8 પ્રો ઇવેન્ટમાં કરવામાં આવી હતી, અને રેડમી  k20 એ અપડેટ પ્રાપ્ત કરનાર પ્રથમ હતું. હવે, ભારતમાં રેડમી નોટ 7 પ્રો વપરાશકર્તાઓએ MIUI ફોરમમાં જવાનું શરૂ કર્યું છે. તેની ખાતરી કરવા માટે કે તેઓ પણ અપડેટ પ્રાપ્ત કરી રહ્યાં છે. જ્યારે મોટાભાગના વપરાશકર્તાઓ સિસ્ટમ અપડેટ વિભાગમાં નવું અપડેટ જોઈ શકતા નથી, થોડા વપરાશકર્તાઓ તેને અપડેટ કરીને સ્ક્રેઇનશોટ શેર કરી રહ્યા છે.

અહીં તમે જાણશો:
Redmi Note 7 Pro ના MIUI 11 અપડેટ માં શું છે નવું ?
Redmi Note 7 Pro માં MIUI 11 અપડેટ કેવી રીતે કરશો?

Redmi Note 7 Pro ના MIUI 11 અપડેટ માં શું છે નવું ?

Redmi Note 7 Pro માં અપડેટ કરો MIUI 11, આ છે નવા 5 ફીચર્સ

આ અપડેટ વિષે વધુ જાણીયે તો, અપડેટ કરવા માટે તમારે 746 MB ની જરૂર પડશે કારણકે આ અપડેટની સાઈઝ આટલી છે. આ અપડેટ માં કરવામાં આવેલા સુધારાની વાત કરીએ તો તમને કંઈક આ પ્રકાર ના ફીચર્સ જોવા મળશે.

1. એકદમ સિમ્પલ લુક કરી દેવામાં આવ્યો છે ઇન્ટરફેસનો. લુક નહિ પરંતુ કન્ટેન્ટ પર ભાર મુકવામાં આવ્યો છે તેવું જણાવવા માં આવેલું છે.

Redmi Note 7 Pro માં અપડેટ કરો MIUI 11, આ છે નવા 5 ફીચર્સ

2. નવા અપડેટ માં નવા સાઉન્ડ પણ ઉમેરવામાં આવ્યા છે, જણાવવામાં આવ્યા અનુસાર આમાં નેચરલ સાઉન્ડ, પક્ષીઓનો કલરવ, પાણી ના ટીપા નો અવાજ વગેરે.

Redmi Note 7 Pro માં અપડેટ કરો MIUI 11, આ છે નવા 5 ફીચર્સ

3. કાસ્ટ: મોબાઈલ માં વપરાતું એક ફીચર્સ કાસ્ટ ને પણ અપડેટ કરવામાં આવ્યું છે. હવે તમે કાસ્ટ નો પ્રયોગ કર્યા પછી તમને ફોન કે મેસેજ ની નોટિફિકેશન હેરાન કરતી હતી જેને દૂર કરી દેવામાં આવી છે.

Redmi Note 7 Pro માં અપડેટ કરો MIUI 11, આ છે નવા 5 ફીચર્સ

4. MI દ્વારા ડૉક વ્યૂઅર ની અપડેટ પણ આપવામાં આવી છે જેનાથી તમને PDF, JPG, DOC, XLS, વગેરે ફાઈલ ખોલવામાં સરળતા રહે.

Redmi Note 7 Pro માં અપડેટ કરો MIUI 11, આ છે નવા 5 ફીચર્સ

5. આ અપડેટ ની સાથે અવનવા ટુલ્સ અને શોર્ટકટ્સ પણ ઉમેરવામાં આવ્યા છે.

Redmi Note 7 Pro માં અપડેટ કરો MIUI 11, આ છે નવા 5 ફીચર્સ

Redmi Note 7 Pro માં  MIUI 11 અપડેટ કેવી રીતે કરશો?

તમારા ફોન માં અપડેટ કરવામાટે સૌથી પેહલા તમારા ફોન માં નોટિફિકેશન આવશે કે તમે ફોન ને અપડેટ કરો. તેના પર ક્લીક કરવા થી ફોન નું અપડેટ ચાલુ થઇ જશે. પણ જો તમારા ફોન માં અપડેટ દર્શાવતી ના હોય તો તમે તમારી જાતે પણ ફોન ને અપડેટ કરી શકો છો, તેના માટે તમારે નીચે આપેલા સ્ટેપ લેવા પડશે.

1. સૌથી પેહલા તમારા ફોન માં સેટિંગ ઓપન કરો.

2. આપેલા મેનુ માં ABOUT PHONE સિલેક્ટ કરી ઓપન કરો.

3. થોડું સર્ચ થયા પછી અપડેટ કરવા માટે તમને ફોન ની નીચેના ભાગે ડાઉનલોડ નો ઓપ્શન બતાવશે.

4. ડાઉનલોડ ના બટન પર ક્લિક કરી, અપડેટ શરુ કરો.

નોંધ:  ફોન ને અપડેટ કરતા પેહલા ફોન ની બેટરી ચકાસી લો, ફોન માં ઓછામાં ઓછી 70% બેટરી હોવી જોઈએ. જેથી અપડેટ વખતે ફોન બંધ ના થઇ જાય. ફોન માં ઓછામાં ઓછું 1 જીબી નેટ નું બેલેન્સ પણ હોવું જરૂરી છે જેથી તમારા મેઈન બેલેન્સ માંથી રૂપિયા ના કપાય. ફોન માં MIUI 11 ડાઉનલોડ થતા 10 મિનિટ લાગશે (ઈન્ટરનેટ ની સ્પીડ પર આધાર છે.) ફોન અપડેટ થતા 15 થી લઈને 25 મિનિટ લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *