રેડમી નોટ 8 પ્રો ની ખાસિયતો, ફોન ગરમ નહી થાય.

Xiaomi નું નવું મોડેલ આવી ગયું છે માર્કેટ માં, REDMI NOTE 8 PRO. જીહા Xiaomi કંપની માટે આ મોડલ અતિ મહત્પૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે રેડમી નોટ 7 પ્રો મોડલ પછી નું આ મોડલ શું ખાસિયત ધરાવે છે તે જોવાનું છે. તો આ આર્ટિકલ માં તમે જોશો શું છે રેડમી નોટ 8 પ્રો ના ફીચર્સ, સ્પેસિફિકેસન, સોફ્ટવેર અને ડિઝાઇન એટલે કે લુક.

redmi note 8 pro
Source: Social Media

રેડમી નોટ 8 પ્રોની ડિઝાઇન

સૌથી પહેલા આ સ્માર્ટફોન ની ડિઝાઇન વિશે વાત કરીએ તો આ ફોન નો લુક એકદમ સુપર બનાવવા માં આવ્યો છે. આ ફોન ના ડિસપ્લે ની જો વાત કરીએ તો છેલ્લે આવેલા રેડમી નોટ 7 પ્રો ની સાઈઝ 6.3 ઇંચ હતી અને કરતા મોટી આપવા માં આવી છે. રેડમી નોટ 8 પ્રો ની ડિસ્પ્લે 6.53 ઇંચ રાખવામાં આવી છે. જમણી બાજુ અવાજ માટે અને પાવર બટન આપવામાં આવ્યું છે જ્યારે ડાબી બાજુ સીમકાર્ડ સ્લોટ અને મેમરી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો છે. મેમરી કાર્ડ માટે ડેડીકેટેડ સ્લોટ આપવામાં આવ્યો છે.

ફોન ની પાછળ આપેલી ડિઝાઇન જોઈએ તો, ફોન માં ઉપર ની બાજુ એ વચ્ચે કેમેરો આપવામાં આવ્યો છે. જેની જોડે ફ્લેશ લાઈટ પણ આપવામાં આવી છે. ફોન ની પાછળ ના ભાગે કોર્નિંગ ગોરીલા ગ્લાસ 5 વાપરવામાં આવ્યો છે. ફોનમાં નીચે ના ભાગે USB ટાઈપ C પોર્ટ આપવામાં આવ્યો છે, તો સાથો સાથ લાઉડ સ્પીકર, અને માઈક્રોફોન આપવામાં આવ્યો છે.

રેડમી નોટ 8 પ્રોની વિગતો

redmi note 8 pro performance
Source: Social Media

આ ફોનમાં પ્રોસેસ્સર MediaTek Helio G90T SoC વાપરવામાં આવેલ છે જે ગેમિંગ માટે એકદમ અનુકૂળ છે. ગેમ રમવા વાળા માટે આ ફોન એકદમ સફળ સાબિત થશે. ફોન ના તાપમાન ને જાળવવા માટે ફોનમાં એક નવી ટેક્નિક નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને લીકવીડ કુલિંગ કહેવામાં આવે છે. આ ટેક્નિક ના કારણે ફોન ને ગરમ થતો અટકાવી શકાય છે.

આ ફોન ને ત્રણ વેરિઅંટ માં બઝાર માં મુકવામાં આવ્યો છે, જેમ કે

  1. 6 GB RAM 64 GB મેમરી,
  2. 6 GB RAM 128 GB મેમરી,
  3. 8 GB RAM 64 GB મેમરી,

ફોનમાં મેમરી કાર્ડ સ્લોટ ને 512 GB સુધી સપોર્ટ કરે તેવું રાખવામાં આવ્યું છે. 4500 mAH ની બેટરી, બ્લ્યુટૂથ, વાઇફાઇ, નેવિગેશન સાથે આ ફોન માં 64 મેગા પિક્સેલ સુધીનો પ્રાયમરી કેમેરો, અને 20 મેગા પિક્સેલ નો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન કેટલા કલર માં ઉપલબ્ધ છે? આ ફોન ની કિંમત અને બીજી કોઈ જાણકારી જોઈતી હોય તો આ તમને અહીં થી મળી રહેશે.

redmi note 8 pro camera result
Source: Social media

તમને અમારો આ રિવ્યૂ કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવી શકો છો, તમારા સલાહ સૂચન પણ અમે આવકારીએ છીએ. તમારે બીજા કોઈ મોબાઈલનો રિવ્યૂ ગુજરાતી માં જાણવાની ઈચ્છા હોય તો પણ અમને જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *